Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જૂનાગઢમાં યોજાતી લીલી પરિક્રમામાં 11,52,855 ભાવિકો જોડાયા હતા. હવે એકપણ પરિક્રમાર્થી જંગલમાં ન હોય લીલી પરિક્રમાને સંપન્ન જાહેર કરાઇ છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના ગિરનારના 36 કિમીના જંગલમાં લીલી પરિક્રમા યોજાઇ હતી. કારતક સુદ અગિયારસ- 4 નવેમ્બરના વિધીવત રીતે પરિક્રમાનો પ્રારંભ થતો હોય છે. જોકે, દર વર્ષે વ્હેલી પરિક્રમા શરૂ થાય છે. ત્યારે આ વર્ષે પણ ભાવિકોની ભીડ વધી ગઇ હતી. પરિણામે વન વિભાગને વહિવટી તંત્રની સૂચના મુજબ ગેઇટ ખોલવાની ફરજ પડી હતી.

જેના કારણે 3 નવેમ્બરની વ્હેલી સવારના 5 વાગ્યાથી લીલી પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો. દરમિયાન 8 નવેમ્બરના લીલી પરિક્રમા સંપન્ન થઇ છે. આ અંગે ઇગલ વાયરલેસના અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 11,52,855 ભાવિકોએ લીલી પરિક્રમા કરી છે.

હવે જંગલમાં એકપણ પરિક્રમાર્થી બાકી રહ્યો નથી. પરિણામે 8 નવેમ્બર- મંગળવાર બપોરના 2:15 વાગ્યાથી પરિક્રમાને સંપન્ન થયેલી જાહેર કરી દેવાઇ છે. દરમિયાન લાખ્ખોની સંખ્યામાં ભાવિકો હોવા છત્તાં શાંતિપૂર્ણ માહોલમાં લીલી પરિક્રમા સંપન્ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. મોટાભાગના પરિક્રમાર્થી પોતાના વતન ભણી રવાના થઇ ગયા હોય હવે શહેરમાં પણ ભાવિકોની ભીડ જોવા મળતી નથી.