યાદ-એ-માઝી અઝાબ હૈ યા રબ, છીન લે મુજ સે હાફિઝા મેરા’ એટલે કે ભૂતકાળનાં સંસ્મરણો યાદ રાખવાનું અસહ્ય છે. હે ઈશ્વર! મારી યાદશક્તિ છીનવી લે. જોકે અતીતનાં સંભારણાંને વળગી રહેવું એ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવાનું તાજેતરમાં થયેલા સંશોધનમાં બહાર આવ્યું છે.
મનોવિજ્ઞાની ક્લે રાઉટલેઝ કહે છે કે ભૂતકાળને યાદ કરીને આપણે અન્ય લોકો સાથે સંકળાયેલા હોવાનું અનુભવતા હોઈએ છીએ. સ્મૃતિઓ જીવનનો અર્થ શોધવા, આત્મસન્માન જન્માવવામાં મદદ કરી શકે છે. એ બાહ્ય માપદંડોમાં ફસાવા કરતાં સ્વ પ્રત્યે પ્રામાણિક હોવા અંગે કેન્દ્રિત થવાની સરળતા સર્જે છે, તેનાથી શ્રેષ્ઠ ભવિષ્યનો માર્ગ ખૂલે છે અને આનંદ મળે છે. અતીતનાં સંભારણાં સાથે કેવી રીતે જોડાયેલા રહી શકાય.
ફિલ્મ જુઓ-ગીતો સાંભળો : જૉન મેડિના 67 વર્ષની ઉંમરે જૂની ડિઝની ફિલ્મો જુએ છે. એ ફિલ્મો તેમને માની યાદ અપાવે છે. જૉન મમ્મી સાથે આ ફિલ્મો જોઈને મોટા થયા છે. મૉલિક્યુલર બાયોલૉજિસ્ટ જૉન રોજ એક કલાક આ સ્મૃતિઓમાં ખોવાઈ જાય છે.
ખાણીપીણીની સ્મૃતિનો સ્વાદ માણો : એકાકીપણું અનુભવતા લોકો ઘણી વાર કમ્ફર્ટ ફૂડ એટલે કે મૂડમાં લાવી દે એવી વાનગી શોધતા હોવાનું ઘણાં સંશોધનોમાં પુરવાર થઈ ચૂક્યું છે. એ તેમને અતીતમાં લઈ જાય છે. રાઉટલેજ કહે છે કે બાળપણમાં ભાવતી કેક, મીઠાઈ,
જૂની વસ્તુઓ એકઠી કરો : શક્ય હોય એટલું વહેલું તમારા બાળપણ અને કિશોરાવસ્થા સાથે સંકળાયેલી જૂની વસ્તુઓ એકઠી કરવાનું શરૂ કરો. એમ કરવાથી નિવૃત્તિના સમયમાં તમારી પાસે ઘણી વસ્તુઓ ભેગી થઈ જશે. બસ, રુચિ જગાડવાની જરૂર છે. કોકની જૂની બોટલો, ઢીંગલા-ઢીંગલી, ફોટો, પુસ્તકો... તમારા આ શોધ અભિયાનની મજા માણો.