Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં ખાદ્યતેલ ઇન્ડસ્ટ્રીઝ અને વેપારના પ્રમુખ સંગઠન સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (એસઇએ)એના અહેવાલ મૂજબ એપ્રિલ 2024માં 1,304,409 ટન ખાદ્યતેલ અને 14,119 ટન બિનખાદ્ય તેલ સહિત વનસ્પતિ તેલ (ખાદ્ય અને બિન-ખાદ્ય)ની કુલ આયાત 1,318,528 ટન થઇ છે, જે એપ્રિલ, 2023ના 1,050,189 ટનની તુલનામાં 26 ટકા વધુ છે.


ઓઇલ વર્ષના પ્રથમ છ મહિના એટલે કે નવેમ્બર 2023થી એપ્રિલ 2024 દરમિયાન વનસ્પતિ તેલની કુલ આયાત 7,148,643 ટન નોંધાઇ છે, જે અગાઉના વર્ષના સમાન સમયગાળાના 8,110,381 ટનની સરખામણીમાં 12 ટકા ઓછી છે.

ખાદ્યતેલની આયાતના ટ્રેન્ડ અંગે એન.કે. પ્રોટીન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રિયમ પટેલે જણાવ્યું હતું કે એપ્રિલમાં વૈશ્વિક બજારોમાં આરબીડી પામ ઓઇલ, ક્રૂડ પામ ઓઇલ (સીપીઓ), સોયાબીન ઓઇલ અને સનફ્લાવર ઓઇલ જેવાં પ્રમુખ વનસ્પતિ તેલના ભાવમાં નોંધપાત્ર પીછેહઠ તેમજ ઘરેલુ માર્કેટમાં સ્ટોક ઘટવાથી વનસ્પતિ તેલની આયાતો વધી છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લાં એક મહિનામાં આરબીડી પામ ઓઇલ અને સીપીઇના વૈશ્વિક ભાવ પ્રતિ ટન લગભગ 100 ડોલર ઘટ્યાં છે, જ્યારે કે સોયાબીન અને સનફ્લાવર ઓઇલની કિંમતે અનુક્રમે ટનદીઠ 40 ડોલર અને 15 ડોલર જેટલી ઘટી છે.