પગારદાર કર્મચારીઓ અને ધંધાદારીઓ વારંવાર બર્નઆઉટ (તણાવ અને બીમારી)ની ફરિયાદ કરતા સાંભળવા મળે છે. બીજી બાજુ યુવા ધંધાદારીઓ કર્મચારીઓ કરતાં વધારે સમય સુધી કામ કરતા નજરે પડે છે, છતાં તેઓ બર્નઆઉટના શિકાર થતા નથી. આ સંબંધમાં નેધરલેન્ડસની એમ્સ્ટર્ડમ યુનિવર્સિટીમાં હાલમાં રિસર્ચ હાથ ધરાયું હતું.
આ રિસર્ચમાં જાણવા મળ્યું કે ધંધાદારીઓને કામ કરવાની સ્વતંત્રતા અને તેમના સતત કોઇ કાર્યની પાછળ રહેવાના કારણે તેમને પોઝિટિવ એનર્જી પણ મળે છે. તેમની અંદર એક પ્રકારની હકારાત્મક ઊર્જા આવી જાય છે, જે વધારે કામ કરવાની સ્થિતિમાં પણ થાકનો અનુભવ કરાવતા નથી. મુખ્ય રિસર્ચ નિષ્ણાત પ્રો. ઓબ્સચોંકાએ કહ્યું છે કે કામને લઇને તણાવ અને સમયનું દબાણ ધંધાદારીઓને ઉચ્ચ સ્તરની વ્યક્તિગત સ્વાયત્તતા પ્રદાન કરે છે.
આ તમામ તેમને હકારાત્મક મનોવૈજ્ઞાનિક વાપસી તરફ લઇ જાય છે. જે ધંધાદારી કામમાં પોતાની મોટી ભાગીદારીના કારણ બને છે, તેમનામાં એનર્જી વધારે જોવા મળે છે. પરિણામસ્વરૂપે તેમનું કામ પગારદાર કર્મચારીઓની સરખામણીમાં વધારે એનર્જી આપે છે.
સાથેસાથે વધારે હકારાત્મક સ્થિતિ પ્રદાન કરે છે. આવા લોકો પોતાના કામથી ખુશ અને વધારે સંતુષ્ટ રહે છે. ખાસ કરીને કોઇ અન્ય કર્મચારીઓ માટે જવાબદાર ન હોવાના કારણે તેઓ બર્નઆઉટનો શિકાર પણ થતા નથી.