આજે માગશર મહિનાના વદ પક્ષની એકાદશી છે. સોમવાર અને એકાદશીનો યોગ હોવાથી આ દિવસે વિષ્ણુજી સાથે જ શિવજી અને ચંદ્રદેવની પણ પૂજા કરો. એકાદશીએ કરવામાં આવતાં પૂજન અને વ્રતથી અક્ષય પુણ્ય મળે છે અને કાર્યોમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે, ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પાસેથી જાણો સફલા એકાદશીએ કેવા-કેવા શુભ કાર્યો કરી શકાય છે.
દિવસની શરૂઆતમાં સૂર્ય પૂજન કરો. સવારે સ્નાન કર્યા પછી તાંબાના લોટાથી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો
ઘરના મંદિરમાં વિષ્ણુજી સામે દીવો પ્રગટાવવો અને વ્રત-પૂજન કરવાનો સંકલ્પ લો. વિષ્ણુ-લક્ષ્મી, બાલગોપાલનો અભિષેક કરો. અભિષેક દક્ષિણાવર્તી શંખની મદદથી કરો. શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને ભગવાનને અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવો, આરતી કરો. પૂજામા ૐ નમો ભગવતે વાસુદેવાય, કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો.
શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું, ચાંદીના લોટાથી દૂધ ચઢાવવું. તે પછી ફરીથી શુદ્ધ જળ ચઢાવવું. ચંદનથી તિલક કરો. બીલીપત્ર, આંકડાના ફૂલ, ધતૂરો, ફૂલથી શ્રૃંગાર કરો. પૂજન સામગ્રી ચઢાવો. સિઝનલ ફળનો અને મીઠાઈનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
એકાદશીએ ભગવાન વિષ્ણુની કથા વાંચો અને સાંભળો. શ્રીમદ્ ભાગવતનો પાઠ કરો
આ દિવસે કોઈ પૌરાણિક મહત્ત્વ ધરાવતાં મંદિરમાં દર્શન કરો. જો શક્ય ન હોય તો બધા તીર્થનું અને ભગવાનનું ધ્યાન કરો.
કોઈ ગૌશાળામાં ગાયની દેખરેખ માટે ધન અને અનાજનું દાન કરો. જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવો. ફળનું વિતરણ કરો. કોઈ તળાવ કે નદીમાં માછલીઓ માટે લોટની ગોળી બનાવીને નાખો. જ્યાં કીડી હોય ત્યાં તેમના માટે ખાંડ રાખો.
સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવો અને ચૂંદડી અર્પણ કરો. તે પછી તુલસીજીની પરિક્રમા કરો. શક્ય હોય તો શાલીગ્રામની પણ પૂજા કરો
આ દિવસે ચંદ્રદેવની પણ પૂજા કરો. ચંદ્રદેવની પ્રતિમા ઉપર દૂધ ચઢાવો. મીઠાઈનો ભોગ ધરાવવો. ધૂપ-દીપ પ્રગટાવો.
કોઈ મંદિરમાં પૂજન સામગ્રી ભેટ કરો. પૂજન સામગ્રી જેમ કે કંકુ, ચોખા, ઘી, તેલ, અગરબત્તી વગેરે.
એકાદશી વ્રત કરી રહ્યા છો તો ફળાહાર કરો, અનાજનો ત્યાગ કરો. આ દિવસે દૂધ અને ફળના રસનું સેવન કરી શકો છો.