પશ્વિમ ગુજરાત વીજકંપની લિમિટેડ દ્વારા આગામી ડિસેમ્બર-2023થી સૌરાષ્ટ્રમાં 23.66 લાખ સ્માર્ટ પ્રી-પેઇડ વીજમીટરો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને આ કામગીરી આગામી જાન્યુઆરી-2025 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક જાહેર કરાયો છે. પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ પ્રી-પેઇડ મીટર અમૃત સિટી અને જ્યાં લોસ ડિડક્શન વધુ છે તેવા જામનગર સહિતના શહેરોથી લગાવવાનું શરૂ કરાશે. તેમજ જે સ્થળે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરાશે તે ગ્રાહકના મોબાઇલમાં પીજીવીસીએલ દ્વારા એક એપ ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે જેના પર ગ્રાહક બેલેન્સ, વપરાશ સહિતની તમામ વિગતો જોઇ શકશે.