ભારતની સૌથી મોટી ધિરાણકર્તા ભારતીય સ્ટેટ બેંક(SBI)એ મોબાઈલ ફંડ ટ્રાન્સફર પર SMS ચાર્જ હટાવવાની જાહેરાત કરી છે. SBIએ જણાવ્યું કે યુઝર્સ USSD સર્વિસનો ઉપયોગ કરી વધારાના ચાર્જ વગર સરળતાથી લેવડદેવડ કરી શકશે.
આ વાતની જાણ SBIએ સોશિયલ મીડિયા મારફતે કરી છે. SBIએ પોસ્ટમાં લખ્યું, 'મોબાઈલ ફંડ ટ્રાન્સફર પર હવે SMS ચાર્જ માફ! યુઝર્સ હવે કોઈપણ જાતના વધારાના ચાર્જ વગર સરળતાથી લેવડદેવડ કરી શકશે'.
પોસ્ટમાં આગળ જણાવે છે કે વપરાશકર્તાઓ કોઈપણ વધારાના ચાર્જ વિના સેવાઓનો લાભ લઈ શકે છે. જેમાં સેન્ડ મની, રિક્વેસ્ટ મની, એકાઉન્ટ બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ અને UPI પિન બદલોનો સમાવેશ થાય છે.
સામાન્ય રીતે ટોક ટાઈમ બેલેન્સ અથવા એકાઉન્ટની માહિતી તપાસવા અને મોબાઈલ બેંકિંગ વ્યવહારો માટે થાય છે. આ સર્વિસ ફિચર ફોન પર કામ કરે છે. SBIના આ નિર્ણયથી ફિચર ફોન વાળા યુઝર્સને લાભ થશે, જે દેશના 1 બિલિયનથી વધુ મોબાઈલ ફોન વપરાશકારોના 65%થી વધુ છે. ફિચર ફોન યુઝર્સ *99# ડાયલ કરી આ સર્વિસનો લાભ લઈ શકે છે.