Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

તાજેતરમાં સોશિયલ મીડિયા પર માનસિક બીમારીઓ અને તેના લક્ષણોની જાણકારી આપનારનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. કહેવાતા નિષ્ણાંતો અલગ અલગ પ્લેટફોર્મ પર એ અંગે વાત કરે છે, પરંતુ કિશોર-કિશોરીઓ માટે આ સિલસિલો હવે મુશ્કેલી સાબિત થઇ રહ્યો છે.


તેઓ સોશીયલ મીડિયાના રીલ અને વીડિયો જોઇને પોતાને બીમાર સમજી રહ્યાં છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅંસર્સના વીડિયો જોઇને એ પ્રકારના લક્ષણો શોધી રહ્યાં છે. ઑનલાઇન જ બીમારીનું નિદાન કર્યા બાદ તેની સારવાર માટે જાતે જ સોશિયલ મીડિયા રિલ્સ અને વીડિયો જોઇ રહ્યાં છે. એમરિકાની મનોચિકિત્સક એની બાર્ક અનુસાર વાસ્તવમાં આ કિશોરો બીમાર હોતા નથી, પરંતુ રીલ્સ અને વીડિયોમાં બતાવાયેલા લક્ષણોને આધાર પર પોતાને બીમાર માની લે છે.

તેઓ સોશિયલ મીડિયામાં એ હદે ઓતપ્રોત થઇ ચૂક્યા છે કે પોતાની બીમારીનું નાન પણ પોતે જ બતાવે છે. સમસ્યા ત્યારે વકરે છે જ્યારે તેઓ મનોચિકિત્સકોની સલાહને બદલે સારવાર માટે સોશિયલ મીડિયાના કહેવાતા નિષ્ણાંતો પર ભરોસો કરે છે. ટીનેજર્સ વીડિયોમાં દર્શાવાતી ટિપ્સને પણ વિશ્વાસની સાથે અનુસરે છે. અનેકવાર સમાન લક્ષણ હોવા છતાં એક વ્યક્તિને માનસિક બીમારી જ્યારે અન્યને ન હોય તેવું બની શકે છે. તે ઉંમર પર પણ નિર્ભર કરે છે, જેમ કે સમાન લક્ષણ ધરાવતા કિશોર માનસિક રીતે સ્વસ્થ હોય છે, પરંતુ વૃદ્વ માનસિક અસ્વસ્થ હોય છે. પોતાના દર્દીઓની સારવાર કરતાં તેઓને સોશિયલ મીડિયાની જાળમાંથી બહાર કાઢવા વધુ પડકારજનક છે.

અમેરિકન સાઇકોલોજીકલ એસોસિએશનના મુખ્ય વિજ્ઞાની મિક પ્રિન્સટનના મતે, જાગરુકતાના અભાવમાં લોકો તેમની માનસિક બીમારીને અન્યથી છૂપાવે છે. માટે જ ખાસ કરીને કિશોરો પોતાના લક્ષણોના આધાર પર આપમેળે જ સોશિયલ મીડિયા પર સારવાર શોધવાનો પ્રયાસ કરે છે.