બનાવટી અધિકારીઓ પકડાવાના કિસ્સાઓ પછી ગુજરાતમાં હવે કૌભાંડોના પ્રકારનો પણ વિકાસ થયો હોય તેમ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝનની આખેઆખી બનાવટી સરકારી કચેરી ઊભી કરી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. કાગળ પર કચેરી ઊભી કરીને વડોદરાના 2 ભેજાબાજે 2 વર્ષમાં કાર્યપાલક ઇજનેરના નામની ખોટી ઓળખ, બોગસ સહી, ખોટા સિક્કા અને ખોટી દરખાસ્તો કરીને પ્રાયોજના વહીવટદારની કચેરીમાંથી 93 સરકારી કામો મંજૂર કરાવી સરકાર પાસેથી કુલ 4.15 કરોડથી વધુ (રૂ. 4,15,54,915) તફડાવી લીધા હતા. સામાન્ય નાગરિકને એક દસ્તાવેજ પર સહી કરાવવા માટે 7 કોઠા વિંધવા પડતા હોય છે ત્યારે આટલી જંગી રકમની ચુકવણી બોગસ સરકારી કચેરીને કેવી રીતે અને કોની મીઠી નજરે થઈ ગઈ, તે ચર્ચાએ સરકારી કચેરીઓમાં વેગ પકડ્યો છે.
કૌભાંડ બહાર આવતાં વડોદરા પોલીસે ફરિયાદના આધારે 26 જુલાઈ, બોડેલીમાં ‘કાગળ...2021થી 25 ઓક્ટોબર, 2023 દરમિયાન કાગળ પર કચેરી ઊભી કરનારા સંદીપ રાજપૂત અને અબુબકર જાકિરહુસેન સૈયદની ધરપકડ કરીને 12ના રિમાન્ડ મેળવ્યા છે.છોટા ઉદેપુરની પ્રાયોજના વહીવટદારની કચેરીમાં 25 ઓક્ટોબરે પ્રાયોજના વહીવટદાર સચિનકુમારના અધ્યક્ષ સ્થાને ઉદ્ધવહન સિંચાઈ યોજનાની મીટિંગ મળી હતી, તેમાં બોર્ડર વિલેજ યોજનાના વર્ષ 2023-24નાં 12 કામ રૂ. 37,47,800ની દરખાસ્ત બાબતે ચર્ચા કરાઈ હતી. પ્રાયોજના વહીવટદારે આ અંગે સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન-2ના કાર્યપાલક ઇજનેરને પૂછતાં તેમણે આવી દરખાસ્ત ન મોકલી હોવાનું કહ્યું હતું.