અમેરિકન અબજોપતિ બિઝનેસમેન ઇલોન મસ્કે રાષ્ટ્રપતિ જો બાઇડેન પર પ્રહારો વધુ તીવ્ર કરી દીધા છે. હાલમાં જ ન્યૂયોર્ક ટાઇમ્સના એક વિશ્લેષણમાં ખુલાસો થયો છે કે જાન્યુઆરીથી અત્યાર સુધી મસ્કે દરેક મહિનામાં ઓછામાં ઓછા સાત વખત પોસ્ટ કરીને બાઇડેનની ટીકા કરી છે. આ વર્ષે મસ્કે 40 વખત બાઇડેનની ટીકા કરી છે.
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઇને મસ્કે એક્સ પર 20 કરતાં વધારે વખત પોસ્ટ કરી છે. જે પૈકી મોટા ભાગે મસ્કે ટ્રમ્પનો બચાવ કર્યો છે. મસ્કે કહ્યું છે કે ટ્રમ્પ પક્ષપાતનો શિકાર બની રહ્યા છે.