Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આજના ડિજિટલ યુગમાં લખવાની આદત છૂટી રહી છે પરંતુ શબ્દો કે વિચારોને કાગળ પર મૂકવાથી અત્યંત ફાયદાકારક છે. નિયમિત લેખન (ડાયરી લેખન, લેખ અથવા કોઈ પણ વિચારોની નોંધ લેવી) જાગૃત બનાવે છે. જાગૃતિ એટલે પોતાની ક્ષમતાઓને ઓળખવી. તે આપણા વિચારો, લાગણીઓ અને વર્તનને સમજવાની ચાવી છે. વિચારો લખીને આપણે ખુદની શક્તિ અને ક્ષમતાના આધારે ઓળખ બનાવી શકીએ છીએ.


જો આપણે દરરોજ 5થી 20 મિનિટ માટે આપણા વિચારો કાગળ પર લખીએ તો આપણે આપણા વિચારો અને લાગણીઓને વધુ સારી રીતે વ્યક્ત કરી શકીએ છીએ. લખવાની આદતનો બીજો ફાયદો એ છે કે જ્યારે તમે લખ્યા પછી ફરીથી વાંચો છો ત્યારે તમને તમારી ભૂલો વિશે ખબર પડે છે. જે પોતાને સુધારવાની તક આપે છે.

કાગળ પર ગુસ્સો, હતાશા કે ઉદાસી વ્યક્ત કરવાથી આપણી ભાવનાત્મક તકલીફો ઓછી થાય છે. પોતાને શાંત અનુભવીએ છીએ. તણાવપૂર્ણ ઘટનાઓ વિશે લખવાથી તણાવમાંથી બહાર આવવામાં મદદ મળે છે. નિયમિત લખવાની આદતથી આપણે શારીરિક સ્વાસ્થ્ય પર થતી નકારાત્મક અસરોને ઘટાડી શકીએ છીએ. લખવાની પ્રક્રિયા પણ એક માનસિક કસરત છે. તેનાથી આપણી સર્જનાત્મકતા વધે છે. લખવાની ટેવથી યાદશક્તિ પણ સુધરે છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે જો તમે કાગળ પર લખી શકતા નથી, તો તમે કમ્પ્યુટર, લેપટોપ જેવાં ઉપકરણો પર લખવાની આદત કેળવી શકો છો.