અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો પરના ટેરિફને એક મહિના માટે મુલતવી રાખ્યું છે. તેમણે સોમવારે સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કેનેડાની સાથે મેક્સિકો પર 25% ટેરિફ લાદ્યો હતો.
ટ્રમ્પે કહ્યું કે તેમણે મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ સાથે વાત કરી છે. આ વાતચીત ખૂબ જ સારી હતી. તે અમેરિકામાં ગેરકાયદેસર ડ્રગ્સનો સપ્લાય રોકવા માટે US-મેક્સિકો બોર્ડર પર તાત્કાલિક 10,000 સૈનિકો તૈનાત કરવા સંમત થઈ છે.
ટ્રમ્પે કહ્યું કે મેક્સીકન રાષ્ટ્રપતિ સાથે વાત કરતા પહેલા તેમણે કેનેડાના પીએમ સાથે વાત કરી હતી. હવે થોડા સમય બાદ તેઓ ફરીથી ટ્રુડો સાથે વાત કરશે. તેમણે ટ્રુડો પર અમેરિકન બેંકો ખોલવા કે કેનેડામાં બિઝનેસ કરવાની મંજૂરી ન આપવાનો આરોપ લગાવ્યો.
મેક્સિકન રાષ્ટ્રપતિએ ટ્રમ્પના નિર્ણયને મોકૂફ રાખવાની જીત ગણાવી મેક્સીકન રાષ્ટ્રપતિ શેનબૌમે પ્રેસ બ્રીફિંગમાં આ માહિતી આપી હતી. જ્યારે શેનબૌમ પ્રેસ બ્રીફને સંબોધવા પહોંચ્યા ત્યારે તેમનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવામાં આવ્યું. તેમણે ત્યાં હાજર લોકોને પૂછ્યું કે શું તેઓએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ છે? ટ્રમ્પ ટેરિફ મુલતવી રાખવા સંમત થયા છે. તેમણે ટ્રમ્પના નિર્ણયને પલટાવવાને મેક્સિકોની જીત ગણાવી હતી.