Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યોર્કશાયરમાં બ્રિટનના કિંગ ચાર્લ્સ-III પર ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં. પોલીસે આ કૃત્ય કરનાર 23 વર્ષના યુવકની ધરપકડ કરી છે. કિંગ અને ક્વીન કોન્સોર્ટ કેમિલા એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બે દિવસની મુલાકાતે ઉત્તર ઇંગ્લેન્ડના યોર્કશાયર પહોંચ્યાં હતાં. અહીં વિરોધ કરી રહેલા એક યુવકે તેમના પર ઈંડાં ફેંક્યા હતા.


એક પોલીસ અધિકારીએ કહ્યું - રાજા અને રાણી મિકલગેટ બાર (યોર્કશાયરના પરંપરાગત શાહી પ્રવેશદ્વાર) પર લોકો સાથે વાત કરી રહ્યા હતા. લોકો રાજાને આવકારવા માટે 'ગોડ સેવ ધ કિંગ' ગાતા હતા ત્યારે એક વ્યક્તિએ નારા લગાવતાં તેમના પર ઈંડાં ફેંક્યા હતા. ઇંડાં ફેંકનાર યુવક બૂમો પાડી રહ્યો હતો - આ દેશ ગુલામોના લોહીથી બનેલો છે. અમે તે યુવકની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ બાદ વ્યક્તિએ કહ્યું- હું ગુલામી, કોલોનિયલિઝ્મ અને સામ્રાજ્યવાદના પીડિતોની સાથે છું. આ ઇંડાં ન્યાયના માપદંડ તરીકે ફેંકવામાં આવ્યાં હતાં. આ ન્યાય તે લોકો માટે છે, જેમણે તે માણસ (કિંગ ચાર્લ્સ)ને રાજા બનાવવા માટે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ એવો ન્યાય છે, જે લોકો જોઈ શકે છે.

ઘટનાસ્થળે હાજર એક મહિલાએ કહ્યું- અમે બધા રાજા અને રાણીની રાહ જોઈ રહ્યા હતા. બધા ખૂબ જ ઉત્સાહિત હતા. જેવા બંને મિકલગેટ બાર પાસે પહોંચ્યા કે તરત જ એક વ્યક્તિએ તેમના પર 5 ઈંડાં ફેંક્યાં. મેં પોલીસને એક માણસના હાથ-પગ બાંધીને લઈ જતા જોયા. જ્યાંથી ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં એ બાજુ કેટલાક લોકો બેનર લઈને ઊભા હતા. બેનર પર લખવામાં આવ્યું હતું - નોટ માય કિંગ એટલે મારો રાજા નથી.