દાહોદ જિલ્લામાં બોગસસરકારી કચેરી ઉભી કરવા સાથેસરકારી અધિકારી બનીને ફરતાંએસ.આર રાજપુતે 2018થીમાંડીને 2023 સુધી વિવિધપ્રકારના 100 કામોની 18.59કરોડનું કૌભાંડ આચર્યાનોઘટસ્ફોટ થયો છે. આ મામલેદાહોદ પ્રાયોજના વહિવટદારનીકચેરી દ્વારા પોલીસ ફરિયાદનોંધાવવામાં આવી છે. ત્યારે આમસમોટા કૌભાંડની તપાસદાહોદના એએસપી કે. સિદ્ધાર્થનેસોંપવામાં આવી છે. જોકે, ગ્રાન્ટઆપ્યા બાદ 5-5 વર્ષ સુધી કોઇચકાસણી જ ન કરાતા અનેકસવાલો ઉભા થયા છે. ત્યારે હવેદાહોદ જિલ્લાના કયા ગામોમાંકયા પ્રકારના કામ અપાયા હતાઅને તે થયા છે કે નહીં તેનીતપાસનો ધમધમાટ શરૂ થશે.
જોકે, કેટલાંક કિસ્સામાં સાપ ગયાબાદ લિસોટા ઉપર દંડા પછાડવાજેવી સ્થિતિનું સર્જન થાય તેમજોવાઇ રહ્યુ છે. બીજી તરફ આકૌભાંડમાં સરકારી અધિકારીઓસાથે રાજકિય અગ્રણી અનેકેટલાંક કોન્ટ્રાક્ટરો પણસાણસામાં આવે તેવી ચર્ચાઓસંભળાઇ રહી છે. આદિવાસી બાહુલ્ય ધરાવતાં જિલ્લામાં આ ખેલ કરવા માટે એસ.આરરાજપુત દ્વારા દાહોદની બોગસ કચેરીઓ ઉભી કરીને નકલી સરકારી અધિકારી બનીને આખેલ કર્યો હતો. કામોનાઆયોજન બાદ પ્રાયોજના કચેરી કામ માટે સબંધિત કચેરીઓને દરખાસ્ત મોકલતી હોય છે.