ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય મૂળના કમલા હેરિસ આવતા મહિને 10 સપ્ટેમ્બરે ચર્ચા કરવા સંમત થયા છે. અમેરિકન ટીવી સમાચાર ABCએ આ વાતની પુષ્ટિ કરી છે. આ પહેલીવાર બનશે જ્યારે ટ્રમ્પ અને કમલા વચ્ચે સામ-સામે ચર્ચા થશે.
CNNના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ કમલા સાથે 3 ડિબેટ કરવા માગે છે. ટ્રમ્પે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. તે 4 સપ્ટેમ્બરે ફોક્સ સાથે, 10 ડિસેમ્બરે ABC અને 25 સપ્ટેમ્બરે NBC સાથે ચર્ચા માટે તૈયાર છે.
ટ્રમ્પે કહ્યું કે, ચર્ચાનું સ્થાન શું હશે અને કેટલા લોકો હશે, આ બધી બાબતો પર ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે તેઓ ત્રણેય ચર્ચાઓ માટે અન્ય પક્ષ (કમલા હેરિસ) સહમત થવાની રાહ જોઈ રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ પોતાનો રેકોર્ડ સુધારવા માટે ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે.