14 લાખ જવાનો સાથે બીજી સૌથી મોટી સેનાનું આધુનિકીકરણ જારી છે. ભારત માટે ચીન સૌથી મોટો પડકાર છે. ભારતીય સેનાનાં 38 ડિવિઝનમાંથી 12 વિભાગોએ ચીનનો સામનો કર્યો છે. પાકિસ્તાનના આતંકવાદી હુમલા અને આંતરિક અશાંતિના કારણે ભારતીય સેનાનો મોટા ભાગનો સમય અન્ય મુદ્દાઓ પર કેન્દ્રિત રહે છે. આ પરિવર્તનની શરૂઆત જૂન 2020માં પૂર્વી લદ્દાખમાં ગલવાન ખીણમાં ભારતીય અને ચીનની સેનાઓ વચ્ચે શરૂ થયેલી હિંસક અથડામણ વખતે થઈ હતી. જેમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. ત્યાર પછી ભારતે તે વિસ્તારમાં 68 હજાર જવાનો અને ટેન્કોને 800 કિમી લાંબી ફ્રન્ટ લાઇન પર મોકલ્યા. ચીનની સરહદ પર રોડ, ટનલ અને પુલ બનાવવાનું અભિયાન શરૂ થયું. છેલ્લાં ત્રણ વર્ષમાં દેશમાં બનેલા બોર્ડર રોડમાંથી 60% ચીની બોર્ડર પર બનાવાયા છે. 2014માં જ્યારે મોદી પીએમ બન્યા ત્યારે ભારતનું સંરક્ષણ બજેટ ચીનના માત્ર 23% હતું જે હવે 28%ની નજીક છે.