અમેરિકામાં 25માંથી 10 મહિલા અને 3 પુરુષ યુરિનરી ટ્રેક્ટના ઇન્ફેક્શનથી પીડિત છે. યુરોલોજી કેર ફાઉન્ડેશનના એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં દર વર્ષે લોકોમાં થતા યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (યુટીઆઇ)માં અડધાથી વધુ કેસો પાછળ દૂષિત માંસ જવાબદાર છે. વાસ્તવમાં યુટીઆઇ એસ્ચેરિચિયા કોલી નામના બેક્ટેરિયાથી પણ થઇ શકે છે. આ બેક્ટેરિયા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટમાં મળે છે. વૉશિંગ્ટન યુનિવર્સિટી, મિશિગન યુનિવર્સિટી અને નૉર્થ એરિઝોના યુનિવર્સિટીએ એક વર્ષની અંદર ફ્લેગસ્ટાફ અને એરિઝોનાની 9 મુખ્ય દુકાનમાંથી 1,923 કિલો ચિકન, પિગ મીટ અને ટર્કીના સેમ્પલનું વિશ્લેષણ કરીને આ નિષ્કર્ષ જાહેર કર્યું છે.
આ નમૂના એકત્ર કર્યા બાદ સંશોધકોએ ફ્લેગસ્ટાફ મેડિકલ સેન્ટરમાંથી 1,188 યુરિન અને બ્લડનાં સેમ્પલની તપાસ કરી. જેનિટિક ટેસ્ટિંગ બાદ જાણવા મળ્યું કે યુટીઆઇના લગભગ 8% કેસ આ પ્રકારનું દૂષિત માંસ ખાવાથી સામે આવ્યા છે. અમેરિકામાં 60થી 80 લાખ યુટીઆઇના કેસની સારવાર કરાય છે. દરમિયાન ખરાબ અને દૂષિત માંસથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા 4,80,000થી 6,40,000 કેસને બરાબર હોઈ શકે છે. એસ્ચેરિચિયા કોલી બેક્ટેરિયા જાનવરોની સાથે માણસોના આંતરડામાં પણ જોવા મળે છે. તે નોર્મલ માઇક્રોબાયોમની એક જરૂરી ભૂમિકા નિભાવે છે પરંતુ અનેકવાર ગંભીર બીમારીનો શિકાર પણ બનાવી શકે છે.