ગાઝાના સામાન્ય લોકો ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો વધુને વધુ શિકાર બની રહ્યા છે. આ જ કારણ છે કે ઈઝરાયલનો સૌથી મહત્વપૂર્ણ સહયોગી અમેરિકા હવે ઈઝરાયલ પર યુદ્ધવિરામ અથવા યુદ્ધ સમાપ્ત કરવા માટે દબાણ વધારી રહ્યું છે.
બીજી તરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને તેમની યુદ્ધ કેબિનેટ યુદ્ધવિરામ માટે બિલકુલ તૈયાર નથી. અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રમુખ જો બાઇડનની ડેમોક્રેટિક પાર્ટીને ડર છે કે જો યુદ્ધ ટૂંક સમયમાં રોકવામાં નહીં આવે તો તેમણે રાજકીય પરિણામો ભોગવવા પડશે. હવે બાઇડન-નેતન્યાહુ સામસામે જોવા મળે છે. રોજેરોજના નિવેદનોને કારણે તેમના સંબંધો બગડી ગયા છે.