Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલિવૂડના લેખકો છેલ્લા બે મહિનાથી હડતાળ પર છે. હવે આ હડતાળમાં હોલિવૂડના કલાકારો પણ જોડાયા છે. હજારો લેખકો અને કલાકારો ડાઉનટાઉન લોસ એન્જલસમાં નેટફ્લિક્સ ઓફિસ સામે એકઠા થયા હતા. અભિનેતાઓનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીના કલાકારો ઓછા મહેનતાણાને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

એક તરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વધતા પ્રભાવને કારણે નોકરીઓ જોખમમાં છે તેમજ નવી નોકરી મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે હોલિવૂડમાં 1.71 લાખ લોકો હડતાળ પર છે, જેમાં સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ, અમેરિકન ફેડરેશન ઓફ ટેલિવિઝન એન્ડ રેડિયો આર્ટિસ્ટ્સ (સેગ-એએફટીઆરએ)ના 1.60 લાખ કલાકારો અને 11,500થી વધુ લેખકો હડતાળ પર છે. નેટફ્લિક્સને પણ એમેઝોન, એપલ સાથે સ્ટ્રીમિંગને લઈને વિવાદ ચાલી રહ્યો છે.