સફળતા માટે જરૂરી છે કે આપણે સ્વયં પ્રત્યે ઉદાર વલણ અપનાવીએ અને જાત પર વિશ્વાસ રાખીએ. ઘણીવાર પોતાની સફળતાઓ પર આપણને વિશ્વાસ જ નથી થતો અને એવું લાગવા લાગે છે કે આપણે એ યોગ્ય હતા જ નહીં. આવું એટલા માટે થાય છે, કેમ કે આપણું મન નેગેટિવ ઇમોશન્સ માટે વધુ સક્રિય થઈ જાય છે.
વર્જિનિયામાં લોન્ગવુડ યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનની પ્રોફેસર ડો. કેથરીન ફ્રેન્સન કહે છે કે મનના નેગેટિવ ઇમોશન્સ પર કાબૂ મેળવવા માટે તે જરૂરી છે કે આપણે આપણી મહેનતને શ્રેય આપીએ. ફ્રેન્સનની સલાહ છે કે બે મહિના સુધી મનની ટ્રેનિંગથી નેગેટિવ ઇમોશન્સને રોકી શકાય છે અને સકારાત્મક વિચાર સાથે આગળ મોટી સફળતા માટે સ્વયંને ઉત્સાહિત રાખી શકાય છે. પ્રો. ફ્રેન્સન કહે છે કે આપણું મન સારા અનુભવોની સરખામણીએ અપ્રિય અનુભવો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિકસિત થયું છે. તેણે પૂર્વજોને ખરાબ પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરી. જ્યારે આધુનિક સમયમાં તણાવ જેમ કે- બોસનો ઈમેલ કે પ્રોજેક્ટની સમયમર્યાદાનો સામનો સકારાત્મક વિચારો સાથે કરવો છે.
આવા સમયમાં મનના નકારાત્મક ઇમોશન્સ સક્રિય થઈ શકે છે. આ માટે જરૂરી છે કે સ્વયંની અવગણના બંધ કરો. ટોક થેરપીની મદદ લો. ક્લિનિકલ મનોવિજ્ઞાની અને ‘ધ જોય ઓફ ઇમપરફેક્ટ લવ’ની લેખિકા ડો. કાર્લા મેરી મેનલી કહે છે કે જ્યારે નકારાત્મક વિચારો વધુ પડતાં આવતાં હોય તો તરત નિર્ણય ન લો, પરંતુ તેના પર ધ્યાન આપો કે તમે અત્યારે સ્વયં પ્રત્યે નિર્દયી બની રહ્યા છો.