બેલ્જિયમમાં સાતમી સદીથી ખ્રિસ્તી ધર્મને પાળવામાં આવે છે. અહીં ઘણા કેથેડ્રલ, ચર્ચ, કોન્વેન્ટ અને ચેપલ આવેલાં છે પરંતુ છેલ્લાં 50 વર્ષમાં આ ચર્ચ, કેથેડ્રલમાં આવતા લોકોની સંખ્યામાં ઝડપથી ઘટાડો નોંધાઇ રહ્યો છે.
2018ના એક અભ્યાસમાં જાણવ્યા મળ્યું હતું કે બેલ્જિયમમાં 83% લોકોનું કહેવું છે કે તેઓ ખ્રિસ્તી ધર્મના છે, માત્ર 55% હજુ પણ પોતાને ખ્રિસ્તી તરીકે માને છે. તેમાંથી માત્ર 10% હજુ પણ નિયમિતપણે ચર્ચમાં જતા હતા. સરેરાશ દરેક 300 નગરોમાં લગભગ છ ચર્ચ આવેલાં છે. ત્યારે આ ચર્ચમાં પ્રાર્થના કરવા આવતાં લોકોની સંખ્યા ઘટી રહી છે. બીજી તરફ ચર્ચની જાળવણી માટે ભંડોળની અછત પણ સર્જાઇ રહી છે. આસ્થાના વધતા જતા આ અભાવને કારણે અહીંની ઐતિહાસિક ઈમારતોની જાળવણી કરવી મુશ્કેલ બની છે. તેથી આ પડકારનો સામનો કરવા માટે પ્રશાસને આ તમામ ઇમારતોને હોટલ, સુપરમાર્કેટ, ડિસ્કો, કાફે વગેરેમાં રૂપાંતરિત કરવાનું શરૂ કર્યું છે.
બ્રસેલ્સની ઉત્તરે આવેલું મેકલેન શહેર બેલ્જિયમનું રોમન કેથોલિક કેન્દ્ર છે. તેમાં બે ડઝન જેટલાં ચર્ચ આવેલાં છે, જેમાંથી ઘણાં સેન્ટ રમ્બોલ્ડ કેથેડ્રલના યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ બેલફોય ટાવરની નજીક છે. અહીંના મેયર બાર્ટ સોમર્સ આ ઈમારતોને એક અલગ રૂપ આપવા માટે વર્ષોથી કામ કરી રહ્યા છે. એન્ટવર્પના બિશપ જોહાન બોનીએ કહ્યું હતું કે ભૂતકાળમાં પાછા ફરવું શક્ય નથી.