હવે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ બોગસ આઇટીસી કલેઇમના કિસ્સા સામે આવ્યા છે. ખાસ કરીને લોકલ ખરીદીના કેસમાં આવું થઈ રહ્યું છે. મુંબઇના વેપારી પાસે ખરીદી બતાવીને સુરતમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ માગવામાં આવી છે, પરંતુ વેચનારા વેપારી બોગસ નિકળતાં શહેરના અનેક ડાયમંડ વેપારીઓની ક્રેડિટ અટવાઈ છે અનેકે તો ક્રેડિટ રિવર્સ કરવાનો વારો આવ્યો છે. અત્યાર સુધી બે કરોડની ક્રેડિટ રિવર્સ કરાઈ છે. અલબત્ત, હજી કરોડોના કેસ સામે આવી એવી સંભાવના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે. એક કિસ્સામાં તો ખરીદ-વેચાણનો વ્યવહાર બોગસ ન હોવાનું સાબિત કરવા માટે એક વેપારી તો રફ ડાયમંડ લઇને જીએસટી કચેરીએ આવી ગયા હતા.
મોટાપાયે તપાસની શક્યતા
સ્ક્રેપ સહિતના અનેક સેગમેન્ટમાં બોગસ બિલિંગ પકડાવાના અનેક કિસ્સા છે, પરંતુ હીરા ઉદ્યોગમાં પહેલીવાર આ પ્રકારે બોગસ આઇટીસી ક્લેઇમ સામે આવ્યું છે, જેથી હવે મોટા પાયે તપાસ થવાની શક્યતા જોવાઈ રહી છે.
SGSTના 10 સ્થળે દરોડા, એડ્રેસ બોગસ
SGSTએ ફરી બોગસ બિલિંગ સામે ગાળિયો કસ્યો છે. મંગળવારે 10થી વધુ સ્થળ તપાસ કરાઈ હતી જેમાંથી 8 ઠેકાણાં બોગસ નિકળ્યાં હતાં. અનેક જગ્યાએ પેઢીના મૂળ માલિક જ મળ્યા ન હતા તો ઘણી જગ્યાએ એડ્રેસ ખોટા હતા. એક જ્ગ્યાએ ઓનલાઇન માલ મંગાવી વેચનારે આઇડી અને નંબર અન્યને આપી દીધા હતા, જે વેપારી હાલમાં ગાયબ છે