Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા મુદ્દે રાજસ્થાન,આંધ્રપ્રદેશ અને આસામ સરકારે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.સુપ્રીમકોર્ટે બુધવારે 9મા દિવસે આ મુદ્દે દલીલો સાંભળી હતી. કેન્દ્ર સરકારે 18 એપ્રિલે રાજ્ય સરકારોને આ અંગે પત્ર લખી પોતાની પ્રતિક્રિયા આપવા જણાવ્યું હતું. જે અન્વયે ચીફ જસ્ટિસ DY ચંદ્રચૂડની બેન્ચ સમક્ષ રાજ્યોનો પક્ષ રાખવામાં આવ્યો હતો.


આંધ્રપદેશ સરકારે પોતાના જવાબમાં કહ્યું કે પોતે ધાર્મિક ગુરુઓ,સંતો પાસે અભિપ્રાય માંગ્યો હતો પરંતુ તમામે સમલૈંગિક વિવાહને કાનૂની માન્યતા આપવા મુદ્દે વિરોધ કર્યો છે.રાજ્ય સરકાર ફક્ત સમલૈંગિક જ નહીં પરંતુ એલજીબીટીક્યુઆઇએ સમુદાયનાં લગ્નને માન્યતા આપવાના પણ વિરોધમાં છે.

આસામે કહ્યું કે સમલૈંગિક અને એલજીબીટીક્યુઆઇએ સમુદાયનાં લગ્નને કાનૂની માન્યતા આપવાથી પ્રવર્તમાન લગ્નપ્રથા અને અંગત કાયદાઓની માન્યતા પર અનેક સવાલ ઊભા થશે.વિવાહ એ સામાજિક માન્યતા છે,તેથી તેને માત્ર કાયદાકીય રીતે ના જોવું જોઇએ.

સામાજિક ન્યાય વિભાગના અહેવાલને ટાંકતા રાજસ્થાન સરકારે જણાવ્યું કે રાજ્યના સામાજિક ન્યાય વિભાગના રિપોર્ટ મુજબ સમલૈંગિક લગ્નને માન્યતા આપવાથી સામાજિક સંતુલન અસ્તવ્યસ્ત થઇ જશે. તેનાથી સામાજિક અને પારિવારિક વ્યવસ્થા પર અસર પડશે. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સે પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે કે સમલૈંગિક વિવાહ જનભાવનાની વિરુદ્ધ છે.રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું કે જો જનમત તેના પક્ષમાં હશે તોપણ એ વિધાનસભા પર નિર્ભર છે કે તેની પર કાયદો બનાવવો કે નહીં ? જોકે સરકારને સમલૈંગિકોની સાથે રહેવા પર કોઇ આપત્તિ નથી.મહારાકષ્ટ્ર,યુપીએ સમય માંગ્યો : સમલૈંગિક લગ્ન પર પોતાનો પક્ષ રજૂ કરવામાં મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ,મણિપુર અને સિક્કીમે થોડોક વધુ સમય આપવાની માંગ કરી છે.