સુરતમાં ફરી એકવાર શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં સાવક પિતાએ પોતાની 14 વર્ષની દીકરી પર દુષ્કર્મ કર્યાનું ખૂલ્યું છે. જોકે આ સમગ્ર ઘટના જ્યારે કિશોરી ગર્ભવતી બની ત્યારે બહાર આવી હતી. જેને લઈ કિશોરીની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.
સુરતના માનદરવાજાની 14 વર્ષની સગીરા સાથે સાવકા બાપે દુષ્કર્મ આચર્યુ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી. બે વર્ષથી ધાક-ધમકી આપી યૌનશોષણ કરાતા સગીરા ગર્ભવતી પણ બની ગઇ હતી. પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરી હતી. સલાબપુરા પોલીસના જણાવ્યા મુજબ માનદરવાજાની 44 વર્ષય વિધવા મહિલા સાથે 30 વર્ષ ના પુરુષ સાથે બીજા લગ્ન કર્યા છે. વિધવા મહિલાએ પ્રથમ પતિ થકી સાડા 14 વર્ષની દીકરી છે, જે અભ્યાસ કરે છે.
કિશોરી ગર્ભવતી થતા ભાંડો ફૂટ્યો
આ દરમ્યાન દીકરીને સમજાવી પૂછપરછ કરતા સાવકા પિતાની વિકૃત કરતૂતોનો ભાંડો ફૂટી ગયો હતો. જેમાં કિશોરી સાવકા પિતાથી ગર્ભવતી બની હોવાનું ખૂલતાં માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
શું કહ્યું સ્થાનિક પોલીસે ?
પોલીસના જણાવ્યા પ્રમાણે છેલ્લાં બે વર્ષથી સાવકો પિતા સગીરા પર દાનત બગાડતો હતો. ઘરમાં રાત્રિ દરમ્યાન પરિવારજનો ઘરમાં સૂતા હતા ત્યારે નરાધમ સાવકો પિતા બળજબરી કરી મોઢું દબાવી સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હતુ. ત્યારબાદ બદનામ કરવાની ધાક-ધમકી આપી તે વારંવાર સગીરાનું યૌનશોષણ કરતો હતો. અત્યાર સુધી 6-7 વખત સગીરા સાથે બદકામ કરાયું હતુ. સગીરાને હાલમાં 3 માસનો ગર્ભ હોવાનું પણ પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતુ. સમગ્ર મામલો સલાબતપુરા પોલીસમાં પહોંચતા પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી સાવકા પિતાની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે સગીરાનું તબીબી પરિક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે.