યૂક્રેન-રશિયાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે જલદી આ દુશ્મનીનો અંત લાવવાની વાત કહી.
ફોન પર વાત કરતા દરમિયાન બન્ને નેતાઓએ યૂક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ચર્ચા કરી. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ વોલોદિમીર ઝેલેન્સ્કીને કહ્યું કે, કોઇપણ સંઘર્ષનું સમાધાન સેના ન હોઇ શકે. સાથે જ કહ્યું કે દુશ્મનીને સમાપ્ત કરી વાતચીતના આધારે સમાધાનના માર્ગે આગળ વધો.
પ્રધાનમંત્રી મોદીએ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે વાતચીત દરમિયાન ભાર આપતાં કહ્યું કે, ભારત યૂક્રેન સહિત અન્ય તમામ પરમાણુ જગ્યાઓને સુરક્ષાને મહત્વ આપે છે. તેમણે પરમાણુના ખતરા પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું. સાથે જ કહ્યું કે, આ સાર્વજનિક સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકસાનકારક અને વિનાશકારી પરિણામ હોઈ શકે છે.
પીએમ મોદીએ કહ્યું કે, શાંતિથી તમામ સંભવ પ્રયાસમાં યોગદાન માટે ભારત તમામ રીતે તત્પર છે. પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ દેશોની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરવાના મહત્વની વાત પણ ફરીવાર કરી.