ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઇ હોઇ આવક સાચવીને રાખવા માટે શેડ ખૂટી પડ્યા હોઇ, આવક બંધ કરવામાં આવી છે.રવિવારથી રાબેતા મુજબ આવક શરુ કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું છે.
માર્કેટ યાર્ડમાં મગફળીની 60,000 થી વધુ બોરીની આવક થઇ છે.જેમાં બિંદુ મગફળી ની 1500 ગુણીની આવક થઇ છે.જે માટે ખેડુતોને 900 થી 1300 સુધીનાં ભાવ મળ્યાં હતા.જ્યારે બિંદુ મગફળીનાં 2300 સુધીનાં ભાવ મળ્યા હતા. યાર્ડનાં ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું કે યાર્ડમાં રોજીંદા 30 થી 40 હજાર બોરીનો વેપાર થઈ રહ્યો છે.ગોંડલ યાર્ડમાં જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી,રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી સહિત જણસીઓ લઈ વેચાણ માટે આવે છે.હાલ મગફળીની આવક ચાલુ હોય વરસાદની આગાહી વચ્ચે પોતાનો માલ ઢાંકી લઇ આવવા અપીલ કરાઇ છે.