દક્ષિણ મેક્સિકન શહેર ટોટોલેપનમાં હુમલાખોરોએ મેયર કોનાર્ડો મેન્ડોઝા સહિત 18 લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ઘટના બાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા શહેરમાં સેનાના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
બીબીસીના અહેવાલ મુજબ, ગુરૂવારે મેક્સિકોના સેન મેગુલ ટોટોલેપનના સિટી હોલમાં હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જ્યારે આ ગોળીબાર થયો ત્યારે સિટી હોલ અને તેની આસપાસ અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. આ હુમલામાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ માર્યા ગયા છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મેન્ડોઝાના પિતા અને ભૂતપૂર્વ મેયર જોન એકોસ્ટાને પણ સિટી હોલમાં લઈ જઈને મારી નાખવામાં આવ્યા હતા. આ હુમલો કર્યાની શંકા લોસ ટેક્લોરસ ગેંગ પર સેવાઈ રહી છે. આ ગેંગે હુમલાના થોડા દિવસો પહેલા ટેટેલોપન પરત ફરવાની જાહેરાત કરી હતી.