Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

છેલ્લા કેટલાક મહિનાથી મોજમસ્તી અને હરવા ફરવા માટે પ્રવાસમાં ઝડપી ગતિએ વધારો થયો છે. જેને કારણે એરલાઇન્સની ફર્સ્ટ ક્લાસ ટિકિટની માંગમાં ઉછાળો જોવા મળ્યો છે. સ્થિતિ એવી છે કે અનેક મોટી અને મુખ્ય ઇન્ટરનેશનલ એરલાઇન્સમાં ફર્સ્ટ ક્લાસ ટિકિટ મળવી પણ મુશ્કેલ છે. અમેરિકામાં પણ પ્રીમિયમ કેટેગરીમાં ઉપલબ્ધ સીટથી 8% વધુ માંગ છે.
 
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઇએટીએ) અનુસાર, કોરોના મહામારી બાદ બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ ટ્રાવેલમાં ઇકૉનોમી ક્લાસથી વધુ ઝડપી રિકવરી જોવા મળી છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં આ સ્તર વધુ છે. આ વર્ષે માર્ચ ક્વાર્ટરમાં એર ફ્રાન્સ કેએલએમ ગ્રૂપની પ્રીમિયમ ક્લાસની સીટની ઑક્યુપન્સી 2019ની તુલનામાં 4% વધી હતી. કંપની અનુસાર દુનિયાભરમાં ખાસ કરીને પેરિસમાં હાઇ એન્ડ લેઝર ટ્રાવેલની મજબૂત માંગ છે.
દુબઇની એમિરેટ્સ એરલાઇન્સના અધ્યક્ષ ટિમ ક્લાર્ક અનુસાર લંડનથી વેચાતી દરેક બિઝનેસ ક્લાસ ટિકિટ માટે 4 થી 5 લોકો પ્રયાસ કરે છે. કોવિડથી પહેલા અને ત્યારબાદ પણ અનેક ઇન્ટરનેશનલ એરલાઇન્સે પોતાની બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ સીટો ઘટાડી હતી. અનેક કંપનીઓએ તો સંપૂર્ણપણે આ ક્લાસ બંધ કર્યો હતો.