ઉડતી રકાબી એટલે કે UFOનું રહસ્ય હજુ પણ વિશ્વમાં વણઉકલ્યું છે. 11 જાન્યુઆરી, 2024 અને 17 જાન્યુઆરી, 2024ની વચ્ચે, બે ઘટનાઓ બની જેમાં આ રહસ્યમય વસ્તુ આકાશમાં જોવા મળી હતી. ખાસ વાત એ છે કે પહેલીવાર આ કથિત UFOના ખૂબ જ સ્પષ્ટ વીડિયો સામે આવ્યા છે.
પ્રથમ ઘટના કોલંબિયાની હોવાનું કહેવાય છે. તેનો વીડિયો 11 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. બીજો વીડિયો 17 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. પોલેન્ડમાં જોવા મળેલો કથિત UFO ગુલાબી રંગનો હતો. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ.
UFOs અને એલિયન રહસ્યો પર નજર રાખતી વેબસાઈટ 'Outkick' અનુસાર, કોલંબિયામાંથી UFOનો એક વીડિયો સામે આવ્યો છે. આ મહત્વપૂર્ણ છે કારણ કે તાજેતરના સમયમાં કોલંબિયામાં આવી ઘટનાઓ વધી છે. આ ઘટના મેડિલિન વિસ્તારમાં બની હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં દેખાતી વસ્તુ ઘણી મિનિટો સુધી આકાશમાં ફરતી રહી. તેની ઝડપ એકદમ ફાસ્ટ હતી. લોકોએ તેનો વીડિયો બનાવ્યો અને તેના કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. આ પદાર્થનો રંગ ઘેરો કાળો હતો અને તેનો આકાર ગોળાકાર હતો. ભાગ્યે જ કોઈ અવાજ આવતો હતો.
ભીડમાં હાજર લોકો તેની ઝડપ જોઈને ડરથી ચીસો પાડવા લાગ્યા. કેટલાક લોકો કહે છે કે તે ડ્રોન હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે ડ્રોન અવાજ કરે છે અને તેની ઉડવાની રીત પણ અલગ હોય છે. આ મામલે તપાસ ચાલુ છે.