IPL શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 22મી માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલમાં અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. દેશ-વિદેશના ક્રિકેટરોને IPLમાં રમતા જોવા માટે ક્રિકેટપ્રેમીઓ પણ અતિ ઉત્સાહિત પણ છે. પરંતુ લોકોને ખબર નહીં હોય કે, IPL રમનાર તમામ ક્રિકેટરો સુરતના ફેબ્રિકમાંથી તૈયાર જર્સી અને ટ્રેકપેન્ટમાં જોવા મળશે. આ ખાસ જ્યુરીક મટિરિયલમાંથી તૈયાર કરવામાં આવે છે, જે પોલિસ્ટર કાપડ હોય છે અને પોલિસ્ટર બનાવવામાં સુરત હબ છે. ખાસ IPLના કારણે સુરતના વેપારીઓને 75 કરોડ રૂપિયાનો વેપાર મળ્યો છે.
IPLના ખેલાડીઓના જે ડ્રેસ બને છે તેના કાપડ ઉપરાંત દર્શકો મેદાનમાં જે જર્સી પહેરીને જતા હોય છે તે જર્સીનું કાપડ પણ સુરતમાં જ તૈયાર થાય છે. ખેલાડીઓ માટે બનાવવામાં આવતા ડ્રેસનું કાપડ અનેક વિશેષતા ધરાવે છે.