Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં હવે AIના નિષ્ણાંતોને જલ્દી વીઝા મળશે. અમેરિકન સરકાર એઆઇ અને ‘ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી’ (સીઇટી)ના ક્ષેત્રમાં ચીનથી મળી રહેલા પડકારોનો જવાબ આપવા માટે ‘ગ્લોબલ એઆઇ ટેલેન્ટ એટ્રેક્શન પ્રોગ્રામ’ શરૂ કરવા જઇ રહી છે. તેનો ફાયદો હજારો ભારતીયોને થશે. અમેરિકન ઇમિગ્રેશન એજન્સીઓને AI નિષ્ણાંતો માટે પ્રક્રિયા સરળ કરવા અને અરજદારોને તરત જ અપોઇન્ટમેન્ટ આપવાનો નિર્દેશ અપાયો છે. જરૂરિયાત પડવા પર જે-1, ઇબી-1, ઇબી-2 અને ઓ-1 કેટેગરીમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે.


જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી USમાં રહી શકશે : આ નિષ્ણાંતો ઇચ્છે ત્યાં સુધી અમેરિકામાં રહી શકશે. પરંતુ તેઓએ સાબિત કરવું પડશે કે તેમના કાર્યનો જનતાના લાભ તેમજ વિકાસથી જોડાયેલા પ્રોજેક્ટમાં ઉપયોગ થઇ રહ્યો છે.

ફોકસ: ઇમિગ્રેશનમાં નીતિગત ફેરફાર, પ્રક્રિયા ઝડપી થશે : અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેનનો પ્રયાસ છે કે ઇમિગ્રેશન પ્રક્રિયા ઝડપી થાય. દરમિયાન 1 એપ્રિલથી શરૂ થનારા આ ફેરફાર દરમિયાન એચ1બી, ઓ-1 અને ગ્રીન કાર્ડ જારી કરવાની પ્રક્રિયાની સમીક્ષા થશે. તેમાં નીતિગત ફેરફારો થઇ શકે છે.

ફેરફાર: હવે પબ્લિક બેનિફિટ પેરોલ
બાઇડેન વહીવટીતંત્રએ વિદેશ તેમજ ગૃહ મંત્રાલયને AI તેમજ સીઇટીના ક્ષેત્રમાં અભ્યાસ, રિસર્ચ અને નોકરી માટે લોકોને લાવવા માટે વિવેકાધિકારથી સત્તાનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. વીઝાની લાઇનથી બચવા માટે ‘પબ્લિક બેનિફિટ પેરોલ’ જોગવાઇ લાગૂ થઇ શકે છે.