રાજકોટ આરટીઓએ શહેરના કોઠારિયા રોડ મારુતિનગરમાં આવેલ રામદેવ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ ગાંધીગ્રામની ક્ષત્રિય મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, મધુવન પાર્ક-4માં આવેલ ન્યૂ.પટેલ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, આનંદનગર કોલોનીમાં આવેલ રાધે મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, પરસાણાનગરમાં આવેલ ન્યૂ. પ્રિન્સ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ, ગોંડલ રોડ ઉપર સુકુન મોટર ડ્રાઈવિંગ સ્કૂલ અને ટાગોર માર્ગ ઉપર જય મહાકાળી મોટર ડ્રાઈવિંગ સ્કૂલના સંચાલકને આખરી નોટિસ ફટકારવામાં આવી છે. આર.ટી.ઓ અધિકારી કે.એમ.ખપેડ એ જણાવ્યું હતું કે, અગાઉ 38 ડ્રાઈવિંગ સ્કૂલ સંચાલકોને નોટિસ અપાઈ હતી જેમાંથી સાત ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકોએ તેમની મંજૂરી રિન્યૂ નહીં કરતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.