2 દિવસની સરકારી મુલાકાતે ભારત આવેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન શુક્રવારે (26 જાન્યુઆરી) રાત્રે સૂફી સંત હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહે પહોંચ્યા હતા. સ્વદેશ પરત ફરતા પહેલા ભારતમાં આ તેમનો છેલ્લો કાર્યક્રમ હતો. મેક્રોન રાત્રે 9.45 કલાકે અહીં પહોંચ્યા અને અડધા કલાકથી વધુ સમય સુધી ત્યાં રહ્યા.
આ દરમિયાન તેણે એક સૂફી સંતની દરગાહ પર ફૂલ ચઢાવ્યા અને કવ્વાલી સાંભળી. ખાદિમોએ દસ્તારબંદી (દુપટ્ટો ઓઢાડીને સન્માન કરવું) પણ કરી . રાષ્ટ્રપતિ મેક્રોન 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ હતા.
ભારતમાં સૂફી સંસ્કૃતિનું કેન્દ્ર ગણાતી નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ લગભગ 700 વર્ષ જૂની છે. અહીં નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય અમીર ખુસરોની કબર પણ છે.