ઈરાનમાં હિજાબ ન પહેરવા બદલ એક મહિલાને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, 22 જુલાઈના રોજ પોલીસે હિજાબ ન પહેરવા બદલ મહિલાની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેણે ભગાડીને ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે મહિલા પર ગોળીબાર કર્યો.
મહિલાનું નામ અરેજુ બદ્રી છે, જે 31 વર્ષની છે. તે 2 બાળકોની માતા છે. ગોળીથી ઘાયલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તે લકવાગ્રસ્ત છે.
બીજી તરફ, પોલીસે કહ્યું કે પેટ્રોલિંગ અધિકારીઓએ મહિલાને વાહન રોકવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેણે તેમ કર્યું ન હતું. જોકે, પોલીસે તેમના નિવેદનમાં હિજાબ ન પહેરવા અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી.
ઈરાનમાં સેન્ટર ફોર હ્યુમન રાઈટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હાદી ઘેમીએ આ ઘટના વિશે જણાવ્યું હતું કે, ઈરાનમાં હિજાબ ન પહેરવું એ સૌથી ગંભીર અપરાધ બની ગયો છે, જ્યાં પોલીસને ગોળી મારીને મારી નાખવાની છૂટ છે. તે ખરેખર મહિલાઓ વિરુદ્ધ યુદ્ધ જેવું છે.