28 વર્ષના લાંબા ગાળા બાદ આખરે ૐ હવે અંતિમ સ્વરૂપમાં છે. પાલીના જાડનમાં 1995થી બની રહેલા દેશના પ્રથમ ૐ આકારના યોગ મંદિરના લોકાર્પણ -પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું 19મી ફેબ્રુઆરીના દિવસે આયોજન કરવામાં આવ્યું છે. આ ચાર માળના ભવ્ય મંદિરમાં 108 પિલર અથવા તો સ્તંભો પર 300 મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે. 1008 શિવ નામની મૂર્તિઓ પણ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, પીએમ નરેન્દ્ર મોદી, રાજસ્થાનના સીએમ ભજનલાલ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
મંદિરના શિખરની ધજા પર સોનાનું પડ હશે
125 ફૂટની ઊંચાઇ પર બની રહેલા શિખરનું ત્રણ હિસ્સામાં નિર્માણ કરવામાં આવ્યું છે. શિખરનું નિર્માણ નાગર શૈલી, વાસ્તુકલા અને સ્થાપત્યકલાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. મંદિર શિખરની ઉપર 11 ફૂટની મહાકાય ધજા ચઢાવવામાં આવશે. શિખરની ઉપર 11 ફૂટની વિશાળ ધજા પંચ ધાતુના મિશ્રણથી તૈયાર કરાઇ છે. ધજા પર સોનાનું પડ રહેશે.
સ્કૂલ વેદ કુંડ, હોસ્પિટલ, જરૂરિયાતમંદને મફત શિક્ષણ
આશ્રમમાં સ્કૂલ, વેદાશ્રમ, કોલેજ, ગૌશાળા અને હોસ્પિટલનું પણ નિર્માણ કરાયું છે. ડાયરેક્ટર ડો. સુરેશ ગર્ગે કહ્યું કે વેદાશ્રમમાં 21 બાળકો, સ્કૂલમાં 450, મહાવિદ્યાલયમાં 375 બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. અનાથ-જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ અપાશે.