વિશ્વના તમામ દેશોની નજર હવે ભારત અને તેના ઉદ્યોગો તરફ છે ત્યારે આ દેશના ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગોનો દિગ્ગજો માટે તક ઝડપવા અને નિકાસને વેગ આપવા માટે સાનુકૂળ સમય છે તેવું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું.
49મા ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ્સને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં ઇનોવેશન, નવા વચારો, માર્કેટિંગના નવા વિકલ્પો તેમજ બ્રાન્ડિંગ પ્રોડક્ટ્સ સાથે ઉદ્યોગ ક્ષેત્રે રહેલી સંભાવનાઓને કારણે દેશની ખરી ક્ષમતાઓ વધારી શકાય છે.ભારતની યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે બેઠક છે. જેમાં આઇલેન્ડ, લિઇચટેન્સટેઇન, નોર્વેઅને સ્વિત્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો ભારત સાથે ડીલ કરવા માટે આતુર છે. અન્ય આરબ દેશો તેમજ રશિયા પણ ભારત સાથે કરાર કરવા માટે ઉત્સુક છે. એટલે જ આ ભારત માટે સૌથી શ્રેષ્ઠ સમય છે. જ્વેલરી નિકાસકારોને વચન બતાવ્યું છે અને સારું પરિણામ દર્શાવ્યું છે અને જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી દેશની નિકાસમાં હીરો છે. ઇન્ડસ્ટ્રીની આવડત દરેક ઝોનમાં ફેલાયેલી છે અને આ ઇન્ડસ્ટ્રી આવડત ધરાવતા કર્મચારીઓ માટે હજારો નોકરીનું સર્જન કરી શકે છે. ભવિષ્ય ઉજ્જવળ છે પરંતુ અમે અનેક પડકારો છતાં દરેક નિકાસકારકો પાસેથી નિકાસને વેગ આપવા માટે તેમના તરફથી પ્રતિબદ્ધતાનો અનુરોધ કરીએ છીએ.