કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) આગામી શૈક્ષણિક સત્ર એટલે કે 2024-25થી સ્કૂલોમાં ક્રેડિટ સિસ્ટમ લાગૂ કરવાની યોજના બનાવી છે. ક્રેડિટ સિસ્ટમ અંતર્ગત 6 થી 12મા સુધી દરેક વર્ગમાં અભ્યાસ પૂર્ણ કરવા/શીખવામાં ઓછામાં ઓછા 1200 કલાક પૂરા કરવા પર વિદ્યાર્થીઓને 40 ક્રેડિટ અંક મળશે.
તમામ વિષયો પર પરીક્ષા પાસ કરવા પર આ ક્રેડિટ મળશે. આ ક્રેડિટ વિદ્યાર્થીઓની માર્કશીટમાં અંક/ગ્રેડની સામે નોંધાશે સાથે જ પ્રત્યેક વિદ્યાર્થીના એકેડમિક બેન્ક ઑફ ક્રેડિટ (ડીજી લૉકર)માં જમા થતા રહેશે. અત્યાર સુધી આવ ક્રેડિટ સિસ્ટમ દેશમાં ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં લાગુ છે જેમની મારફતે વિદ્યાર્થીઓને કોલેજ અથવા કોર્સ બદલવાની સુવિધા હોય છે.
CBSEના વરિષ્ઠ અધિકારી, ક્રેડિટ સિસ્ટમથી વોકેશનલ અને સામાન્ય અભ્યાસ વચ્ચે શૈક્ષણિક સમાનતા અંગે જાણ થાય છે. જો કોઇ વિદ્યાર્થી વોકેશનલથી સામાન્ય અભ્યાસ અથવા તો તેનાથી ઉલટું જવા માંગે છે તો અદલા બદલી સરળતાથી થઇ શકશે એટલે કે ક્રેડિટ ટ્રાન્સફર મારફતે કોઇપણ શિક્ષણ પદ્ધતિમાં પ્રવેશ સરળ બનશે.
સેમેસ્ટરની સાથે બે વાર બોર્ડ પરીક્ષાની તૈયારી: ધોરણ 3 થી 6 સુધી અને ધોરણ 9 અને 11 માટે એનસીઇઆરટીના નવા પુસ્તકો નવા સત્ર 2024-25ના શરૂ થતા પહેલા જારી કરવાની તૈયારી છે. CBSE ધો.10-12માં સેમેસ્ટર સિસ્ટમની સાથે બે વાર બોર્ડ પરીક્ષાનું આયોજન કરી શકે છે.
સેકન્ડરી-સીનિયર સેકન્ડરી માટે હવે 10 અને 6 વિષય અનિવાર્ય હશે
નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક અનુસાર ધો.10 પાસ વિદ્યાર્થીને ક્રેડિટ લેવલ-3 અને 12મું પાસ વિદ્યાર્થીને ક્રેડિટ લેવલ-4 કહેવાશે. ગ્રેજ્યુએટને લેવલ-6, પોસ્ટ ગ્રેજ્યુએટને લેવલ-7 અને પીએચડીને લેવલ-8 માનવામાં આવે છે. CBSEના પ્રસ્તાવ અનુસાર ધોરણ 9 અને ધોરણ 10 અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે આગામી સત્રથી અત્યારના 5:5 વિષયોના સ્થાન પર અનુક્રમે: 10 અને 6 વિષય અનિવાર્ય હશે. જેમાં સેકન્ડરી લેવલ પર બે ભારતીય ભાષાઓ સહિત ત્રણ ભાષા વિષય અને સિનિયર સેકન્ડરી સ્તર પર એક ભારતીય ભાષા સહિત બે ભાષા વિષય હશે. સિનિયર સેકન્ડરી સ્તર પર વિદ્યાર્થી વધુ એક વૈકલ્પિક વિષય લઇ શકશે. આ વિકલ્પ સેકન્ડરીના વિદ્યાર્થીઓ પાસે પણ હશે કે તેઓ વધારાનો વિષયનો અભ્યાસ કરીને અથવા કૌશલ્ય શીખીને અથવા નોન-એકેડમિક પ્રવૃત્તિઓ જેમ કે એનસીસી, એનએસએસ, ઓલિમ્પિયાડ, સ્પોર્ટ્સ, સંગીત, નાટક કલામાં સામેલ થઇને વધુ ક્રેડિટ પણ હાંસલ કરી શકશે.