Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

30 માર્ચે રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 12000 બહેનો એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 12,000 બહેનો અને માતાઓ એકસાથે રાજસ્થાનના પરંપરાગત ઘુમર નૃત્યની ભવ્ય રજુઆત કરી હતી, આ સમયે સર્જેલા રેકોર્ડને લઈને ગિનિસ બુકના અધિકારીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.

સુરતમાં અલગ-અલગ જાતિ અને સમાજના લોકો રહે છે જેમાં રાજસ્થાન સમાજના લોકો સૌથી મોટી સંખ્યામાં રહે છે. કાપડ માર્કેટ સાથે સંકળાયેલા લોકો અહીં પોતાના વતન રાજસ્થાન દિવસની ખૂબ મોટા પાયે ઉજવણી કરે છે. અને તેમાં પણ આ વખતે તેઓ એ અનોખું આયોજન કર્યું છે. ગુજરાતનાં ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ તેનુ પારંપરિત ઘુમર નૃત્ય છે. ગોડાદરા સ્થિત મરુધર મેદાનમાં પહેલીવાર એક સાથે 12,000 બહેનો અને માતાઓ ઘુમર નૃત્ય રજુ કરીને નવો કિર્તિમાન સ્થાપ્યો છે.