Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રશિયા-યુક્રેન યુદ્ધને લઈને સમગ્ર વિશ્વમાં ચિંતાનું વાતાવરણ છે, પરંતુ આ સિવાય ચીન એક એવો દેશ છે જે આ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યો છે. ચીન દ્વારા જારી કરાયેલા વીડિયોને ટાંકીને નિરીક્ષકોએ ખુલાસો કર્યો છે કે યુક્રેન યુદ્ધના આધારે ચીનની સેના ઝડપથી પોતાની વ્યૂહનીતિ બદલી રહી છે. યુક્રેન યુદ્ધમાં વ્યાપક પ્રમાણમાં ડ્રોનનો ઉપયોગ જોતાં ચીને પણ ડ્રોનની સ્પેશિયલ બ્રિગેડ પર કામ શરૂ કર્યું છે.


ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની 82મી સંયુક્ત આર્મ્સ બ્રિગેડે હેબેઈ પ્રાંતમાં ડ્રોન યુદ્ધાભ્યાસ હાથ ધર્યો છે. જેમાં ડ્રોન અને રડારની મદદથી પોર્ટેબલ એન્ટિ એરક્રાફ્ટ અને એન્ટિ ટેન્ક મિસાઈલનો અભ્યાસ કર્યો. ચીને ડ્રોન પર હુમલો કરવા અને ડ્રોન હુમલાથી બચવા માટે આખી બ્રિગેડ તૈયાર કરી છે. પીએલએના ગ્રૂપ કમાન્ડર લિયુ ચેનનું કહેવું છે કે અમારા સૈનિકો પહેલા રાઉન્ડમાં હારી ગયા પરંતુ સૈનિકો તેમની ભૂલોમાંથી સતત શીખી રહ્યા છે.

તૈયારીઃ ચીન ડ્રોનથી મિસાઈલ હુમલા પર નજર રાખશે
બેઇજિંગ સ્થિત યુઆન વાંગ મિલિટરી સાયન્સ ટેક્નોલોજી થિન્ક ટેન્કના ઝોઉ ચેનમિંગનું કહેવું છે કે પીએલએની બ્રિગેડ રશિયન સેનાના અનુભવોમાંથી શીખી રહી છે, ખાસ કરીને સૈનિકો પર નજર રાખવા માટે પણ ડ્રોનના ઉપયોગ વિશે માહિતી લઇ રહ્યું છે. તેઓ ડ્રોનની મદદથી ટેન્કવિરોધી મિસાઈલો અને ઘાતક હવાઈ હુમલાઓ વિશે શીખી રહ્યા છે. આવી પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવો જેથી ઓછામાં ઓછું નુકસાન થાય. પીએલએના નિવૃત્ત પ્રશિક્ષક સોંગ જોંગપિંગનું કહેવું છે કે આ કવાયતની શરતો મોટા ભાગે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ પર નિર્ભર છે.