Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકનો પણ હવે સમજી રહ્યા છે કે લગ્ન અને કુટુંબ જીવનનો અભિન્ન અંગ છે. તાજેતરના ગેલપ અને પ્યુ રિચર્સના સરવે દર્શાવે છે કે પરિણીત લોકો અપરિણીત કરતાં 545% વધારે ખુશ છે. અપરિણીત અને પૈસા કમાવવાને મહત્વ આપતી અમેરિકન સંસ્કૃતિ માટે આ સંદેશ ચોંકાવનારો છે. સામાજિક વિજ્ઞાની બ્રાડ વિલકોક્સે તેમના નવા પુસ્તકમાં આ પાઠ શીખવવાનો પ્રયાસ કર્યો છે કે લગ્ન એ અમેરિકન સુખ અને સમૃદ્ધિનું સૂત્ર છે.

લગ્ન જરૂરી: સરવેના પરિણામો દર્શાવે છે કે યુગલો અવિવાહિત લોકો કરતાં 15% વધુ સુખી છે. પરિણીત યુગલો વધુ કમાય છે અને વધુ બચત કરે છે. તેથી 50 વર્ષની ઉંમરે તેમની પાસે અપરિણીત લોકો કરતાં 10 ગણી વધુ સંપત્તિ છે.

પૈસા સાથે વધુ લગાવ : અમેરિકામાં છેલ્લા પાંચ દાયકામાં લગ્ન દરમાં 60%નો ઘટાડો થયો છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ત્યાંની સંસ્કૃતિ પૈસાને મહત્વ આપતી રહી છે અને ઘર વસાવવાને નહીં. અમરો એકલા રહેવાને સફળ જીવનનું સૂત્ર માને છે. હોલીવુડની ફિલ્મો અને કોર્પોરેટ અમેરિકા પણ એવો સંદેશો આપી રહ્યા છે કે જે મહિલાઓને પરિવાર અને બાળકો નથી તેઓ અમીર બની રહી છે. આ કુટુંબ વિરોધી વિચારધારાએ લગ્નની પ્રથાને નબળી પાડી રહ્યા છે.

પરિવારનું મહત્વ: એવું નથી કે ચિત્ર ખરાબ છે. લાખો અમેરિકનો (ખાસ કરીને એશિયનો, ધાર્મિક, કૉલેજ સ્નાતકો અને રૂઢિચુસ્તો) લગ્ન જાળવવામાં સફળ રહ્યા હતા. તેઓ ઉચ્ચ વર્ગની ખોટી વિચારધારાને સમર્થન આપતાં નથી. ‘હું’ કરતાં ‘આપણે’ ને વધુ મહત્વ આપી રહ્યા છે. સંયુક્ત ખાતામાં પૈસા રાખે છે, સંબંધમાં વફાદાર રહે છે. લગ્ન અને કુટુંબમાંથી જન્મેલા બાળકો વધુ સારા શિક્ષણ અને મૂલ્યો ધરાવે છે. તેઓ ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવતા નથી. તેથી કુટુંબનું મહત્વ સમજવું જોઈએ.