આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમનથી ઉદ્દભવતી નવી નોકરીનો લાભ લેવા માટે ભારત સંપૂર્ણપણે સજ્જ છે તેવું મેટા ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સંધ્યા દેવનાથને જણાવ્યું હતું. એઆઇ અને તેની નોકરી પર અસરને લઇને થયેલી ચર્ચામાં દેવનાથને ભારપૂર્વક જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે ભારતમાં નવી તકોનું સર્જન થશે.
મારા મતે ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે ઉદ્દભવતી નવી તકોનો લાભ લેવા માટે સારી રીતે સજ્જ છે. મારા મતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે નવા પ્રકારની નોકરીનું સર્જન થઇ શકે છે, નોકરીની પ્રકૃતિમાં ફેરફાર હોય શકે છે, પરંતુ એઆઇને કારણે નવી વસ્તુઓ ઉદ્દભવશે તે નક્કી છે અને એક દેશ તરીકે તે નવી તકો તરફ દોરી જશે.
પૃષ્ઠભૂમિમાં આ મંતવ્યો મહત્વપૂર્ણ છે. જુલાઇમાં આવેલા ઇકોનોમિક સરવેમાં એઆઇને લીધે સંભવિત પડકારો અંગે ચેતવણી આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે તે આગામી વર્ષો તેમજ દાયકાઓમાં ભારતના ઉચ્ચ અને ટકાઉ વૃદ્ધિદરને આડે કેટલીક અડચણો અને અવરોધો પેદા કરશે અને કોર્પોરેટ સેક્ટરે પણ AI કામદારોનું સ્થાન લે તેને બદલે લેબર માર્કેટને વેગ આપે તે અંગે વધુ રસ્તાઓ અંગે ગંભીરતાપૂર્વક વિચારવું પડશે.