Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રિલાયન્સ રિટેલ લિમિટેડ દ્વારા સંચાલિત ઈ-કોમર્સ એપ્લિકેશન અને દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ માટે ભારતની પ્રથમ અને સૌથી મોટી માઇક્રો-ડિલિવરી સર્વિસ મિલ્કબાસ્કેટનો ગુજરાતના અમદાવાદ શહેરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને અન્ય કેટલાક શહેરોમાં ટૂંક સમયમાં મિલ્કબાસ્કેટની સર્વિસ મળતી થઈ જશે.


મિલ્કબાસ્કેટ ગ્રોસરી શોપિંગ મોબાઇલ એપ્લિકેશને અમદાવાદમાં 20 પિન કોડ વિસ્તારોમાં ડિલિવરી કરવાનું શરૂ કર્યું છે. જેમાં નવરંગપુરા, બોપલ, સાઉથ બોપલ, વાસણા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. અમદાવાદમાં અન્ય 18 પિન કોડ હેઠળ આવતાં વિસ્તારોમાં ડિલિવરી આગામી અઠવાડિયાઓમાં શરૂ થશે. જેમાં થલતેજ, મકરબા, ન્યુ રાણીપ, મણિનગર, ચાંદખેડા, નિકોલ અને લાંભા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. મિલ્કબાસ્કેટ એક મહિનામાં ગાંધીનગર સહિત અમદાવાદના તમામ વિસ્તારોને આવરી લેવાની યોજના ધરાવે છે.

મિલ્કબાસ્કેટ એપ હાલમાં અમદાવાદમાં તેના નવા ગ્રાહકો માટે MILK15નો આકર્ષક પ્રારંભિક ઓફર કોડ લાવ્યું છે. એકવાર વપરાશકર્તા મિલ્કબાસ્કેટ પર MILK15 કોડ સાથે સાઇન અપ કરે તો તેને 15 દિવસ માટે તાજા દૂધના ઓર્ડર પર 100% કેશબેક મળશે. આ કોડ વડે વપરાશકર્તા મહત્તમ કેશબેક રૂ. 500 મેળવી શકે છે. આ કેશબેક પ્રથમ ટોપ-અપના 16માં દિવસે તમારા મિલ્કબાસ્કેટ વોલેટમાં જમા થાય છે. એપને પ્લેસ્ટોર અથવા એપ સ્ટોર અથવા અધિકૃત મિલ્કબાસ્કેટ વેબસાઇટ પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.

Recommended