લોકસભાની ચૂંટણી માટે 19000 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની ડેટા એન્ટ્રી કરી લેવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લામાં 175 જેટલા કર્મચારીએ માંદગીનું કારણ આપી ચૂંટણી ફરજમાંથી મુક્તિ માગી છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓ અને કેન્સર જેવી ગંભીર બીમારી ધરાવતા લગભગ 50 જેટલા કર્મચારીને બાદ કરતા 125 જેટલા કર્મચારીનું સિવિલ હોસ્પિટલની મેડિકલ પેનલ પાસે ચેકઅપ કરાવવામાં આવનાર છે.
રાજકોટ અધિક જિલ્લા કલેક્ટર ચેતન ગાંધી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછાળે જણાવ્યા અનુસાર અમે હોસ્પિટલના સત્તાવાળાઓને પત્ર પાઠવીને મેડિકલ ચેકઅપ મટે વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી દીધી છે. જે અધિકારી કે કર્મચારીઓએ માંદગીના કારણોસર ચૂંટણીની ફરજમાંથી મુક્તિ માગી છે તેમને આ પેનલ સમક્ષ ઉપસ્થિત રહેવાનું રહેશે અને તેમનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે.