નવી નોકરી માટે નિર્ણય લેવો અથવા કારકિર્દી અંગે સલાહની જરૂર હોય કે પછી સંબંધો વિશે મૂંઝવણ હોય તો આજની યુવા પેઢી મદદ માટે મિત્રો, કુટુંબીજનો અથવા નજીકના લોકો પાસેથી પણ જ્યોતિષની મદદ લઈ રહી છે. ગ્રહોની ચાલની અસર કેવી છે તે અંગે પૂછપરછ કરે છે.
રિસર્ચ ફર્મ હેરિસ પોલના સરવે અનુસાર, 70% અમેરિકનો જ્યોતિષમાં માને છે. એડ્યુબર્ડીના તાજેતરની સ્ટડીમાં 63% અમેરિકન યુવાનોએ માન્યું કે ગ્રહોના પ્રભાવથી તેમની કારકિર્દી પર સકારાત્મક અસર પડી છે. 15% યુવાનોએ દાવો કર્યો છે કે તેમના સપનાની નોકરી મેળવવામાં મદદ મળી છે. ભારતમાં પણ આવો જ ટ્રેન્ડ છે. એસ્ટ્રો સેવાઓના 60% યુઝર્સ જેન જી એટલે કે યુવા છે. ચીનમાં પણ યુવાનો આ જ કારણે જ્યોતિષી તરફ આકર્ષાઈ રહ્યા છે. આધુનિક જીવનના તનાવને લીધે પણ લોકો જ્યોતિષી તરફ વળી રહ્યા છે. 61 ટકા અમેરિકનોનું કહેવું છે કે જ્યોતિષ મુશ્કેલ સ્થિતિમાં સહારો આપે છે. કોરાના મહામારી દરમિયાન ગૂગલ પર ‘જ્યોતિષ’ શબ્દનું સર્ચિંગ ડિસેમ્બર 2020માં દાયકામાં ઉચ્ચ સ્તર પર પહોંચવાનું કારણ પણ આ જ હતું. એલાઈટ માર્કેટ રિસર્ચ મુજબ, જ્યોતિષી સાથે સંકળાયેલી સેવા પર ખર્ચ 2021ના 1.1 લાખ કરોડ રૂપિયાથી વધીને 2031 સુધી 1.97 લાખ કરોડ થઈ શકે છે.
ટેક્નોલોજીએ પહોંચ વધારી: એક્સપર્ટે જણાવ્યું હતું કે 20મી સદીની શરૂઆતમાં અખબારોમાં જન્માક્ષર કોલમ દ્વારા જ્યોતિષશાસ્ત્ર ફેલાયું હતું. આ પછી ઇન્ટરનેટ અને સ્માર્ટફોને યુવાનોને જ્યોતિષ સાથે જોડ્યા. જ્યાં પહેલા જ્યોતિષીઓને વ્યક્તિગત રીતે મળવું પડતું હતું, હવે ડિજિટલ સેવાઓ દ્વારા જન્મની માહિતી આપીને ભવિષ્ય જાણી શકાય છે. વ્યક્તિગત જવાબો હવે એઆઈ દ્વારા ઉપલબ્ધ છે.