ભારતને સ્વિસ બેંક ખાતાની વિગતોનો પાંચમો સેટ મળ્યો છે. એન્યુઅલ ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઈન્ફોર્મેશન (AEOI) હેઠળ સ્વિટ્ઝર્લેન્ડે 104 દેશો સાથે લગભગ 36 લાખ નાણાકીય ખાતાઓની વિગતો શેર કરી છે. ભારતે સપ્ટેમ્બર 2019માં AEOI હેઠળ સ્વિટ્ઝર્લેન્ડ પાસેથી પ્રથમ વિગતો મેળવી હતી, જ્યારે તેણે 75 દેશો સાથે માહિતી શેર કરી હતી.
ટેરર ફંડિંગની તપાસમાં ડેટા ઉપયોગી થશે
ભારત સાથે શેર કરાયેલી વિગતો સેંકડો નાણાકીય ખાતાઓ સાથે સંબંધિત છે, જેમાં બહુવિધ ખાતાઓનો સમાવેશ થાય છે. આ ડેટાનો ઉપયોગ કરચોરી, મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ જેવી ગેરરીતિઓની તપાસ માટે કરવામાં આવશે. આ વિનિમય ગયા મહિને થયો હતો અને માહિતીનો આગામી સેટ સપ્ટેમ્બર 2024માં સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા શેર કરવામાં આવશે.
નામ અને સરનામાથી એકાઉન્ટ બેલેન્સ સુધીની માહિતી
ડેટા સંરક્ષણ અને ગોપનીયતા પર ભારતમાં જરૂરી કાયદાકીય માળખાની સમીક્ષા સહિત લાંબી પ્રક્રિયા બાદ સ્વિટ્ઝર્લેન્ડ ભારત સાથે AEOI માટે સંમત થયું. વિનિમય કરાયેલ વિગતોમાં નામ, સરનામું, રહેઠાણનો દેશ અને ટેક્સ ઓળખ નંબર તેમજ એકાઉન્ટ બેલેન્સ અને મૂડી આવક સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે.