સુપ્રીમ કોર્ટે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ(આઈટી એક્ટ)-2000 ની કલમ 66 A હેઠળ કેસ નોંધવાને લઈ ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે 2015માં શ્રેયા સિંઘલ કેસમાં 66 A ને ગેરબંધારણીય જાહેર કર્યું હતું. ચીફ જસ્ટિસ યૂયૂ લલિત, જસ્ટિસ એસ રવીન્દ્ર ભાટ અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો કે, 66 A હેઠળ ન તો કોઈ વિરૂદ્ધ કેસ ચલાવામાં આવે, ન કોઈ એફઆઈઆર નોંધાય અને ન તો કોઈની ધરપકડ થાય.
કલમ 66એ વર્ષ 2015માં જ રદ કરી દેવાઈ હતી, ત્યારે તે અંતર્ગત 11 રાજ્યમાં 229 કેસ નોંધાયેલા હતા. પરંતુ હાલના વર્ષોમાં આ કલમ હેઠળ 11 રાજ્યમાં નોંધાયેલા કેસ 1307 કેસ થઇ ગયા છે, જ્યારે અનેક પેન્ડિંગ છે. જોકે, બિહારે આ કલમ હેઠળ નોંધેલા કેસની માહિતી નથી આપી, પરંતુ સ્વીકાર્યું છે કે નવા કેસ નોંધાયા છે.