અબજોપતિઓ માટે નવા દેશમાં સ્થાયી થવું સામાન્ય છે પરંતુ કોરોના મહામારી પછી આ ટ્રેન્ડને વેગ મળ્યો. નવા દેશોમાં જ્યાં અબજોપતિઓ આગળ વધી રહ્યા છે તેમાં સ્વિત્ઝર્લેન્ડ, યુએઈ, સિંગાપોર અને અમેરિકા ટોચ પર છે. યુબીએસ ગ્રુપ એજીના એક અહેવાલ મુજબ હાલમાં વિશ્વમાં 2682 અબજોપતિ છે. 2020થી અત્યાર સુધી આ અબજોપતિઓમાંથી દર 15માંથી એક પોતાનો દેશ છોડીને બીજા દેશમાં સ્થાયી થઇ રહ્યાં છે.
આ લોકો પોતાની સાથે 400 અબજ ડોલર (લગભગ 34 લાખ કરોડ રૂપિયા)ની મૂડી લઈને ગયા. તેમાંથી મોટાભાગની મૂડી મધ્ય-પૂર્વ અને આફ્રિકન દેશોમાં ગઈ હતી. રિપોર્ટ અનુસાર છેલ્લા 10 વર્ષમાં વિશ્વભરમાં અબજોપતિઓની કુલ સંખ્યામાં 50%નો વધારો થયો છે. પરંતુ આ દરમિયાન તેમની સંપત્તિ 121% વધીને 14 લાખ કરોડ ડોલર એટલે કે 1185 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. વધતી ઉંમર સાથે જીવનની ગુણવત્તા અંગે ચિંતા- તાજેતરમાં રજૂ કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે જેમ જેમ અબજોપતિઓની ઉંમર અને તેમના પરિવારો વધતા જાય છે.