ઓઢવમાં રહેતા અને ગુજરાત પોલીસે વિભાગમાં ફરજ બજાવતા પોલીસકર્મીની બધીર સગીર વયની પુત્રીની પંચમહાલના યુવક સાથે સગાઈ નક્કી કરવામાં આવી હતી. સગાઈ નક્કી કર્યા બાદ યુવક સગીરાના ઘરે રાત્રે રોકવવા માટે આવતો રહેતો હતો. આ દરમિયાન યુવકે સગીરા સાથે બે વખત બળજબરી પૂર્વક સંબંધ બાંધ્યો હતો. થોડાસમય બાદ યુવકે સગીરા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. અને લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો. આ અંગેની જાણ સગીરાએ તેના માતા-પિતાને કરી હતી. બાદમાં ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગત 16 માર્ચના રોજ યુવક વિરુદ્ધ દુષ્કર્મ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં ઓઢવ પોલીસે 26 વર્ષીય અતુલ પગી નામના યુવકની ધરપકડ કરી છે.
ઓઢવ વિસ્તારમાં રહેતા પોલીસકર્મીની સગીર વયની દીકરીના વર્ષ 2022માં મધ્ય ગુજરાતના યુવક સાથે સગાઈ નક્કી કરી હતી. સામાજિક રીતરિવાજ મુજબ સગાઈ થઇ ગયા બાદ યુવક અવારનવાર સગીરા સાથે વાતચીત કરતો હતો. બાદમાં યુવકે સગીરાના ઘરે આવીને રોકાવવાનું શરુ કર્યું હતું. યુવકે સગીરાની મરજી વિરુદ્ધ બે વખત તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને બાદમાં એક દિવસ અચાનક સગીરા સાથે બોલવાનું બંધ કરી દીધું અને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી સગીરાએ તેના માતાપિતાને સમગ્ર હકીકત જણાવી હતી.