ચીનના યુવકોમાં બ્રાન્ડેડ ફોન અને મોંઘીદાડ બાઇક કે કાર નહીં, ‘સુવર્ણદાણ’ એટલે કે ગોલ્ડ બીન્સનો ક્રેઝ છે. અહીંની જેન-ઝી કૉલેજમાં સંબંધો સુદૃઢ કરવા અને મિત્રોને મનાવવા માટે 1 ગ્રામ સુધીના બીન્સ ભેટમાં આપે છે. એટલું જ નહીં, યુવાનો મોજમસ્તી અને પાર્ટીઓનો મોહ છોડીને સોનામાં રોકાણ કરી રહ્યા છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક અહેવાલ પ્રમાણે ત્રણ ચતુર્થાંશ સોનાના વપરાશકારોની ઉંમર 25થી 35 વર્ષની છે. બદલાયેલું ચલણ જોતાં બૅન્ક પણ પરંપરાગત સોનાના વિક્રેતાઓ સાથે મલીને આવા દાણા વેચી રહી છે. ચાઇના મર્ચન્ટ્સ બૅન્કે તાજેતરમાં જ આની નવી રેન્જ લોન્ચ કરી છે. વેચાણમાં વધારો થવા સાથે ચીન હવે વિશ્વમાં સ્વિત્ઝર્લૅન્ડ પછી સોનાનો બીજો સૌથી મોટો આયાતી દેશ બન્યો છે.
અહીં દર વર્ષે 560 હજાર કરોડ રૂપિયાના સોનાની નિકાસ થાય છે. પ્રોપર્ટીના ચડાવ-ઉતાર અને ડિસેમ્બર, 2021થી ચાર વાર વ્યાજદર ઘટાડવા છતાં કીમતી ધાતુઓમાં રોકાણ ઝડપથી વધી રહેલા વપરાશકાર બજારો પૈકીનું એક છે. ગત ડિસેમ્બરમાં સોનું, ચાંદી અને ઘરેણાંના વિચાણ પાછળ ગત 6 વર્ષમાં સૌથી વધુ હતું. તેમાં દર વર્ષે 29.4%નો વધારો નોંધાઈ રહ્યો છે. આર્થિક અનિશ્ચિતતાના સમયમાં નાણાકીય સુરક્ષા માટે યુવાનો શેરમાર્કેટ, મ્યુચ્યુઅલ ફન્ડ અને બિટકોઇન કરતાં વધુ પરંપરાગત વિકલ્પો પર જ વિશ્વાસ રાખે છે. ગત 15 વર્ષની સૌતી મોટી મંમદી, અર્થિર શેરબજાર અને બૅન્કના વ્યાજકરોમાં ઘટાડા વચ્ચે ચીનના યુવાનો સૌથી વધુ સોનું ખરીદી રહ્યા છે