કેનેડાના ઓન્ટારીયો પ્રાંતની કોલેજે એડમિશન રદ કરી દેતા 500 વિદ્યાર્થીઓ અટવાયા છે. આ વિદ્યાર્થીઓમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે. જેમના એડમિશન રદ થયા છે એવા ઘણા વિદ્યાર્થીઓ પહેલેથી કેનેડા પહોંચી ચૂક્યા છે. ઓન્ટારીયોની નોર્ધન કોલેજે આગામી સત્ર માટેના એડમિશન રદ થયા હોવાની જાણ કરતો ઇમેલ વિદ્યાર્થીઓને કર્યો હતો.
પંજાબથી ટોરન્ટો આવેલી એશ્લે નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે તેણે રજીસ્ટ્રેશન ફી અને પંજાબથી ટોરન્ટો માટેની ફ્લાઇટ પણ બુક કરી દીધી હતી. હવે તેને એડમિશન રદ થયાની જાણ કરાઈ છે.
દરમિયાન નોર્ધન કોલેજે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સરકારે અપેક્ષા કરતાx વધુ વિઝા ઇસ્યુ કર્યા હોવાથી આ સમસ્યા સર્જાઈ છે. એડમિશન રદ થયા છે એ વિદ્યાર્થીઓને રીફંડ આપવામાં આવશે તથા અન્ય કોલેજમાં પ્રવેશ માટે પ્રયાસ કરાશે.